અંબાજી પોલીસે ચોરીના ચાંદીના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી રૂપિયા 8 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે
અંબાજી પોલીસે છાપરી ચેકપોસ્ટથી ગત મોડી રાત્રે 9.5 કિલો ચાંદી સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. 8 લાખ કિંમતની ચાંદી અને કાર જપ્ત કરી આરોપી સુરેશકુમાર શાંતિલાલ સોનીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પોતાની કારમાં ચોરીની ચાંદી લઈ જતો હતો., અંબાજી પોલીસને બાતમી મળતાં ચેક પોસ્ટ ઉપર ચેકીંગ દરમિયાન પકડાયો હતો. આરોપી રાજસ્થાનના સિરોહી જિલ્લાના ગોયલી ગામનો રહેવાસી છે. થરાદ પાસેના ગામથી અગાઉ 9.5 કિલો ચાંદીની ચોરી થઈ હતી અને રાજસ્થાનના પિંડવાડા પાસેના માલપ ગામના સોમારામ પાસેથી આરોપીએ ચોરેલી ચાંદી ખરીદી હતી. આરોપી અમદાવાદ ચાંદી ગાળવા જતા અંબાજી પાસે પકડાયો હતો. સુરેશકુમાર સોની અગાઉ પણ ચોરીની વસ્તુ ખરીદી હતી તેની પણ કબૂલાત કરી હતી. ચોરી કરેલા માલ સાથે આરોપીને અંબાજી પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. અંબાજી પોલીસે આરોપી પાસેથી કબ્જે કરેલા મુદ્દામાલમાં 1.5 લાખ કારની કિંમત અને 6.5 લાખ ચાંદીની કિંમત એમ કુલ મળીને 8,00,000 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.