/connect-gujarat/media/media_files/2025/06/19/bnaskantha-2025-06-19-20-05-37.jpg)
બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ચંડીસર ખાતે આવેલ શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ઉત્પાદક પેઢીના બે અલગ અલગ ઘીના નમૂના લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે, અને રૂપિયા ૩.૫૦ લાખની કિંમતનો ૬૭૪ કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો છે.
ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ ૨૦૦૬ અને તે અન્વયેના રૂલ્સ અને રેગ્યુલેશન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર બનાસકાંઠા દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ હેઠળ કામગીરી કરવામાં આવી છે. બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસર ટી.એચ.પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર કે.કે ચૌધરી તથા ઈ.એસ.પટેલ દ્વારા ૧૮ જૂન ૨૦૨૫ના રોજ પ્લોટ નંબર ૨૩૮, જી.આઇ.ડી.સી, ચંડીસર ખાતે આવેલ શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ઉત્પાદક પેઢીની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ઘીના જુદાજુદા બે નમુનાઓ સામેલ વિગતે પેઢીના માલિક પાસેથી ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ ૨૦૦૬ હેઠળ લેવામાં આવ્યા હતા અને ચકાસણી અર્થે ફૂડ લેબોરેટરી ખાતે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જોકે, નમૂના લીધા બાદ બાકીનો શંકાસ્પદ ગુણવત્તાનો ઘીનો ૬૭૪ કિલોગ્રામનો જથ્થો કે, જેની કિંમત આશરે ૩,૫૦,૪૮૦ રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પેઢી ઘુમર નામે ગાયનું અને ભેંસનું ઘી બનાવી જુદા જુદા રાજ્યોમાં વેચાણ કરતા હોવાનું તપાસમાં માલૂમ પડેલ છે. ફૂડ વિભાગ દ્વારા હાલમાં સેમ્પલ મેળવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે.