બંછાનિધિ પાની બન્યા શિક્ષણ બોર્ડના નવા ચેરમેન, એ.જે શાહે રાજીનામું આપતા બંછાનિધિ પાનીને સોંપાઈ નવી જવાબદારી
BY Connect Gujarat Desk6 Nov 2023 4:59 PM GMT

X
Connect Gujarat Desk6 Nov 2023 4:59 PM GMT
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે શાહે અચાનક રાજીનામું ધરી દેતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. રાજ્ય સરકાર દ્વારા એ.જે શાહનું રાજીનામું સ્વીકારી લીધું છે. ત્યારે આજે ગુજરાત માધ્યમિક. અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડનાં નવા ચેરમેન પદે બંછાનિધિ પાનીની નિમણૂંક કરવામાં આવી છે.
નિવૃત્ત IAS અધિકારી એ.જે. શાહ શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે છેલ્લા કેટલાય વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે અને ચોખ્ખી છાપ ધરાવે છે. એ.જે શાહ 2016-17માં ઉચ્ચ શિક્ષણ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા અને તેમની પાસે શિક્ષણ બોર્ડનો ચાર્જ પણ હતો. જે બાદ તેઓ નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ બાદ પણ તેમને એક્સટેન્શન આપીને બોર્ડના ચેરમેન તરીકે ચાલુ રાખવામાં આવ્યા હતા.
Next Story