અમદાવાદમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી અને બોગસ ડોક્યુમેન્ટ બનાવતા એજન્ટની ધરપકડ

અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવ પાસે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓના રહેઠાણના સફાયા બાદ ATS દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી. જેમાં રાણા સરકાર

New Update
scsc

અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવ પાસે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓના રહેઠાણના સફાયા બાદ ATS દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી. જેમાં રાણા સરકાર ઉર્ફે મોહમ્મદ દીદાર આલમ નામના બાંગ્લાદેશી અને બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર એક એજન્ટની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવ આસપાસ રહેતા બાંગ્લાદેશીઓએ બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હતા,તે બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદ પઠાણ સહિતના કોંગ્રેસના કોર્પોરેટરના લેટરપેડનો ઉપયોગ કરાયો હોવાનું ખૂલ્યું છે. હાલએટીએસએ આ મામલે અમદાવાદથી રાણા સરકાર ઉર્ફ મોહમ્મદ દીદાર આલમ નામના બાંગ્લાદેશી અને બોગસ ડોક્યુમેન્ટ બેેનાવનારા એક એજન્ટની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાંગ્લાદેશીની પૂછપરછમાં સામે આવ્યું કે તેણે કોંગ્રેસના કોર્પોરેટરના લેટરપેડ ઉપર નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. આરોપીની દુકાનમાંથી પણ 13 જેટલા બાંગ્લાદેશોના નકલી ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. બાંગ્લાદેશી નારોલમાં રહેતો હતો.આરોપી તેના મકાનની નીચે વીઆઇપી મોબાઇલ એન્ડ મની ટ્રાન્સફર નામની દુકાન ચલાવે છે.તેણે પોતાના ખોટા આઈડી પ્રુફ બનાવી ભારતીય પાસપોર્ટ કઢાવ્યો હતો. રાણા સરકારે અને રોબ્યુલ સ્લામનાએ નારોલ મણિયાર પેટ્રોલ પંપ સામે આવેલ અલકુરેશ એન્ટરપ્રાઇઝના સોહેબ કુરેશી સાથે મળીને બીજા બાંગ્લાદેશી અને અન્ય લોકોના પણ આધારકાર્ડ,પાનકાર્ડ,ઇલેક્શન કાર્ડ સહિતના ખોટા દસ્તાવેજો બનાવી પાસપોર્ટ કઢાવી આપ્યા હતા.

Latest Stories