Connect Gujarat
ગુજરાત

ગરમી માટે તૈયાર રહેજો: આ વર્ષે હોળીથી જ હીટવેવ, મુદત અને સમય બંને વધુ રહેવાના અણસાર

ગરમી માટે તૈયાર રહેજો: આ વર્ષે હોળીથી જ હીટવેવ, મુદત અને સમય બંને વધુ રહેવાના અણસાર
X

આ વર્ષે હોળીની આસપાસ ઉત્તર અને મધ્ય ભારતનાં તમામ રાજ્યોમાં હીટવેવ (લૂ)નો કેર વર્તાશે. તેનાં બે કારણો છે - હોળી આ વર્ષે માર્ચના અંતિમ સપ્તાહ (25 માર્ચ)માં છે અને દક્ષિણ ભારતમાં તાપમાનમાં વધારો બે સપ્તાહ પહેલાં જ ફેબ્રુઆરીની શરૂઆતથી જ થયો છે.

IMDના પૂર્વ ડાયરેક્ટર જનરલ કે.જે. રમેશના મતે આપણે હવામાન ચક્રના એવા દોરમાંથી પસાર થઇ રહ્યા છીએ જ્યાં શિયાળો પૂરો થતાં જ વસંત વગર (ન ઠંડી, ન ગરમી) સીધી જ આકરી ગરમી પડવા લાગે છે. અલ નીનોને કારણે પ્રશાંત મહાસાગર જ નહીં, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં બંનેની સપાટીનું તાપમાન છેલ્લાં એક વર્ષથી સામાન્યની તુલનામાં વધુ છે.

Next Story