જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ઘણી જગ્યાએ ભૂકંપના આંચકા, તીવ્રતા 5.2 હતી
જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં હોળીની સવારે આવેલા ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ છે. લદ્દાખમાં ભૂકંપની તીવ્રતા 5.2 માપવામાં આવી છે. ભૂકંપ 15 કિલોમીટરની ઊંડાઈએ હતો. લેહ અને લદ્દાખ હિમાલયના ક્ષેત્રમાં હોવાને કારણે, આ ભૂકંપ ઝોન IV માં આવે છે.