Connect Gujarat
ગુજરાત

ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થાય તે પહેલા 3 દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી દીધી

ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થાય તે પહેલા 3 દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી દીધી
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે મતદાનની તારીખોનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયો છે. જેના કારણે તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રચાર અભિયાનને તેજ બનાવ્યું છે. રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપે એક વાર ફરી સત્તા વાપસી માટે તનતોડ મહેનત કરી રહી છે. ચૂંટણીને લઈ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે.તેમણે કહ્યું છે કે, હું ચૂંટણી નહીં લડું. જ્યારે પૂર્વશિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચૂડસામાં પણ નહી લડે ચૂંટણી

પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના અગ્રણી નેતા વિજય રૂપાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, હું ચૂંટણી નહીં લડું. તેમને જણાવી દઈએ કે વિજય રૂપાણી જણાવ્યું છે કે, હું ચૂંટણી નથી લડવાનો. વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય છે.

વિધાનસભાની ચૂંટણી પહેલા જૂના જોગીઓ જાહેરાત કરી છે તેઓ ચૂંટણી નહી લડે. વિજય રૂપાણી બાદ નીતિન પટેલે પણ જણાવ્યું છે કે, હુ ચૂંટણી નહી લડુ. નીતિન પટેલે ભાજપ પ્રેદશ પ્રમુખને પત્ર લખ્યો છે. જેમાં લખ્યું છે કે, વિધાનસભાની ચૂંટણીમાં હું ઉમેદવારી કરવા નથી ઈચ્છતો.

Next Story