New Update
/connect-gujarat/media/media_files/2025/08/12/screenshot_2025-08-12-19-02-15-28_6012fa4d4ddec268fc5c7112cbb265e7-2025-08-12-20-56-03.jpg)
ભરૂચના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીકના એક ગામમાં રહેતા પરિવારની ૧૪ વર્ષીય સગીરા સાથે તેના જ ગામના રાહુલ નામના યુવકે સગીરાને તેના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જઇ દુષ્કર્મ આચર્યું હતુ.
ઉમલ્લા નજીકના એક ગામમાં રહેતી સગીરાના ગામનો રાહુલ નામનો યુવક ગતરોજ સગીરાના મકાનની પાછળ આવેલ બાથરૂમમાંથી નીકળ્યો હતો અને ગેરકાયદેસર રીતે સગીરાના મકાનની પાછળ અંધારામાં ઊભો રહી તેણીનો હાથ પકડી બળજબરીથી ખેંચીને લઈ ગયો હતો. સગીરાને તેના વાલીપણામાંથી અપરણ કરી રાહુલ તેના ઘરની અડારીમાં લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ બાબતની જાણ સગીરાની માતાને થતા તેણે રાહુલ સાથે ઝપાઝપી કરી હતી. આ દરમિયાન રાહુલને ઈંટનો ટુકડો લઈ સગીરાની માતાને માર્યો હતો ત્યારબાદ રાહુલ ત્યાંથી ભાગી ગયો હતો.બનાવ અંગે ઉમલ્લા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories