/connect-gujarat/media/post_banners/c7a0ef1e0a4165ce1afd31f2ba6cd338d4586d6df88764bb17e71f9ac5650ecf.jpg)
નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના ઋષિકુમારોએ વધાર્યું ગૌરવ
કિરણ જોષી અને માનવ વ્યાસ યુવા મહોત્સવમાં ઝળક્યા
ઋષિકુમારોએ ગોલ્ડમેડલ મેળવી પાઠશાળાનું નામ રોશન કર્યું
ભરૂચની તપોવન સંકુલ સ્થિત શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના 2 ઋષિકુમારોએ વેરાવળ ખાતે આયોજિત યુવા મહોત્સવમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ગોલ્ડ મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી-વેરાવળ દ્વારા તારીખ 22થી 24 સપ્ટેમ્બર દરમ્યાન 16મા યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની તપોવન સંકુલ સ્થિત શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના 20 ઋષિકુમારોએ 35 જેટલી વિવિધ શૈક્ષણિક અને શારીરિક રમતોમાં ભાગ લીધો હતો. જેમાં કિરણ જોષીએ કુસ્તી 57 કિ.ગ્રામ. કેટેગરી અને 100 મી. દોડમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ ઉપરાંત કબડ્ડી અને કુસ્તીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી નેશનલ લેવલ પર પણ પસંદગી પામેલ છે. તો માનવ વ્યાસએ પણ સુભાષિત કંઠપાઠ અને સંસ્કૃત ગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તદુપરાંત બેડમિન્ટન, વોલીબોલ અને કબડ્ડી જેવી સ્પર્ધાઓમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા, તપોવન સંકુલ તેમજ ભરૂચનું ગૌરવ વધાર્યું છે.