ભરૂચ: સ્પોર્ટ્સના સાધનોની દુકાન ધરાવતા વેપારીએ બંધ મકાનમાંથી લાખો રૂપિયાના સોનાના દાગીનાની કરી ચોરી

ભરૂચના કંબોલી અને ટંકારીયા ગામે  બંધ મકાનમાંથી  થયેલ લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરીના મામલામાં પોલીસે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update



ભરૂચના કંબોલી અને ટંકારીયા ગામે થઈ હતી ચોરી

બંધ મકાનને નિશાન બનાવી ચોરીના ગુનાને અપાયો અંજામ
પોલીસે ચાર આરોપીની કરી ધરપકડ
સ્પોર્ટ્સની દુકાન ધરાવતા વેપારીએ કાવતરું ઘડ્યું
પોલીસે રૂ.45.77 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

ભરૂચના કંબોલી અને ટંકારીયા ગામે  બંધ મકાનમાંથી  થયેલ લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરીના મામલામાં પોલીસે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચના પાલેજ પોલીસ મથકની હદમાં આવેલ કંબોલી ગામે બંધ મકાનમાંથી ગત માર્ચ મહિનામાં બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના મળી રૂપિયા 13,98,000ના માલમત્તાની ચોરી થઈ હતી. આ બાદ એપ્રિલ માસમાં ટંકારીયા ગામે પણ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૨૨.૬૦ લાખના માલમત્તાની  ચોરી થઈ હતી આ બન્ને ચોરી અંગે પાલેજ પોલીસ મથકમાં  ફરિયાદ નોંધાઈ હતીમા બાબતે  પાલેજ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ મામલામાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે જેઓએ બન્ને મકાનમાં ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. પ્રથમ ગુનાની વાત કરીએ તો કંબોલી ગામે રહેતા ફરિયાદી સાંજના સમયે મકાન બંધ કરી નમાઝ પઢવા જતા હતા તે દરમિયાન ટંકારીયા ગામે રહેતા  જુનેદ કાપડિયા અને મુબારક યાકુબ ભીમ નામના શખ્સોએ મળીને ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો.ઝડપાયેલ આરોપી પૈકી જૂનેદ  કાપડિયા ટંકારીયા ગામે ક્રિકેટ સ્પોર્ટ્સની દુકાન ધરાવે છે અને સ્પોર્ટ્સના સાધનોનું કંબોલી ગામે બિલ લેવાનું બાકી હોય તે તેના મિત્ર મુબારક ભીમ સાથે અવારનવાર કંબોલી ગામે જતો હતો જ્યાં તેને ધ્યાને આવ્યું હતું કે સાંજના સમયે આ મકાન બંધ રહે છે આથી તેમાં ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો.ત્યારબાદ ટંકારીયા ગામે પણ તેઓએ આ પ્રકારે સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ બંને આરોપીઓએ સોના ચાંદીના દાગીના ભરૂચના હેમંત કાપડિયા નામના તેમના મિત્રને આપ્યા હતા અને ત્યારબાદ બંગાળી સોની પાસે સોનું પીગળાવીને અલગ અલગ સોનીને વેચી દીધું હતું. આ તમામ ગતિવિધિ અંગે  પોલીસને માહિતી મળતા પોલીસે ચોરીના મામલામાં મહંમદ જુનેદ અલી કાપડિયા, મુબારક યાકુબ ભીમ,હેમંત કાપડિયા અને સોની મોતી સરકાર નામના આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તેઓ પાસેથી રૂપિયા 45.77 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે  પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories