Connect Gujarat
ગુજરાત

ભરૂચ : રથયાત્રા અને બકરી ઈદ પૂર્વે એ’ ડિવિઝન પોલીસ મથકે યોજાય શાંતિ સમિતિની બેઠક...

X

રથયાત્રા અને બકરી ઈદ પૂર્વે શાંતિ સમિતિની બેઠક

એ’ ડિવિઝન પોલીસ મથકે મળી શાંતિ સમિતિની બેઠક

હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચ શહેરમાં આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રા તેમજ બકરી ઈદના તહેવાર પૂર્વે એ’ ડિવિઝન પોલીસ મથક ખાતે હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે પોલીસ તંત્ર દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાય હતી.

અષાઢી બીજના દિવસે ભરૂચ શહેરમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવ નિમિત્તે ફુરજા બંદર, આશ્રય સોસાયટી તેમજ ઇસ્કોન મંદિરથી ભવ્ય રથયાત્રા નીકળનાર છે. આ સાથે જ આગામી દિવસોમાં મુસ્લિમ બિરદરોનો બકરી ઈદનો પર્વ પણ આવી રહ્યો છે, ત્યારે રથયાત્રા મહોત્સવ અને બકરી ઈદ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે ભરૂચ પોલીસ સજ્જ બની છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસ મથક ખાતે ડીવાયએસપી સી.કે.પટેલની અધ્યક્ષતામાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજાય હતી. જેમાં તહેવારો દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સંદર્ભે વિચાર વિમર્શ કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.

Next Story