ભરૂચ: આશીર્વાદ હોટલના કંપાઉન્ડમાંથી રૂ.11 લાખનો દારૂ ભરેલી ટ્રક બિનવારસી ઝડપાય

ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર ભરૂચથી નબીપુર જવાના ટ્રેક પર આવેલી એક હોટલના સંકુલમાંથી એલસીબીની ટીમે 11 લાખની મત્તાનો વિદેશીદારૂ ભરેલી ટ્રક બિનવારસી હાલતમાં ઝડપી પાડી હતી

New Update
ભરૂચ
ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર ભરૂચથી નબીપુર જવાના ટ્રેક પર આવેલી એક હોટલના સંકુલમાંથી એલસીબીની ટીમે 11 લાખની મત્તાનો વિદેશીદારૂ ભરેલી ટ્રક બિનવારસી હાલતમાં ઝડપી પાડી હતી. ટીમે દારૂ તેમજ ટ્રક મળી 21 લાખનો મુદ્દામાલ જપ્ત કરી નબીપુર પોલીસ મથકે અજાણ્યા બુટલેગરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
ભરૂચ એલસીબીમાં ફરજ બજાવતાં હેકો ગણપતસિંહ તેમજ હેકો કિશોરસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, નેશનલ હાઇવે નંબર 48 પર ભરૂચથી નબીપુર જવાના રોડ પર આવેલી આશિર્વાદ હોટલના કંપાઉન્ડમાં એક બંધ બોડીનો આયશર ટેમ્પો પડેલો છે. જેમાં વિદેશીદારૂનો જથ્થો ભરેલો છે. જેથી તેમણે ટીમ સાથે તુરંત સ્થળ પર દરોડો પાડ્યો હતો. તેમણે બાતમી મુજબની ટ્રકના ડ્રાઇવર કેબીનમાં તપાસ કરતાં તેમાં ડ્રાઇવર ન હોવાનું જણાયું હતું. જેથી તેમણે ખાનગીરાહે પણ ડ્રાઇવરની તપાસ કરી હતી. જોકે, ડ્રાઇવરની કોઇ વિગત ન મળતાં તેમણે ટ્રકમાં તલાશી લેતાં તેમાં વિદેશીદારૂ તેમજ બિયરના ટીનના 356 બોક્ષ મળ્યાં હતાં. જેમાં કુલ 11 લાખની મત્તાની દારૂ-બિયરની 8,412 બોટલ-ટીન મળી આવતાં તમામ જથ્થો તેમજ ટ્રક મળી કુલ 21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ નબીપુર પોલીસ મથકે ટ્રફનો ફરાર ડ્રાઇવર તેમજ દારૂ મોકલનાર અને મંગાવનાર શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી તેમને શોધવાના ચક્રો ગતિમાન કર્યાં છે
Latest Stories