ભરૂચ: આમોદ પોલીસે ડ્રાઇવ યોજી અનેક વાહનોને દંડ ફટકાર્યો

New Update
ભરૂચ: આમોદ પોલીસે ડ્રાઇવ યોજી અનેક વાહનોને દંડ ફટકાર્યો

ભરૂચ જિલ્લામાં ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી કરનારા વાહન ચાલકો સામે કડક હાથે કામ લેવા પોલીસે અભિયાન શરૂ કર્યું છે.

આમોદ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સપેક્ટર અસ્વાલ સાહેબના1 માર્ગદર્શન હેઠળ ટ્રાફિક વિભાગના જમાદાર શંકર બાઉજીએ આમોદ ચાર રસ્તા ખાતે ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરી હતી. પોલીસે બેફામ વાહન હંકારતા વાહન ચાલકો સહીત આર.ટી.ઓ ના નિયમનોનો ભંગ કરનારા વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 18 વાહન ચાલકોને મેમો ફટકારી 9000 રૂપિયાનો દંડ વસુલ કર્યો હતો. જ્યારે 1 રીક્ષા તેમજ 3 મોટરસાઇકલને ડિટેઇન કરી હતી.