New Update
ભરૂચના વાલિયામાં આયોજન
ગોહિલ ફાઉન્ડેશન દ્વારા આયોજન
ભાગવત સપ્તાહ યોજાશે
રમેશભાઈ ઓઝા કરાવશે રસપાન
વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે
ભરૂચના વાલિયામાં ગોહિલ ફાઉન્ડેશ દ્વારા શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.જે કથાના આયોજન અંગે પત્રકાર પરિષદ યોજાય હતી.
પરમ પૂજ્ય મહંત કાશ્મીરી બાપુના માર્ગદર્શન હેઠળ ગોહિલ ફાઉન્ડેશ દ્વારા સીતારામ સેવા ટ્રસ્ટ કેમ્પસ પાછળ આવેલ જી.એન.એફ.સી.ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.જે કથા તારીખ-25મી ઓક્ટોબરથી 31મી ઓક્ટોબર સુધી યોજાનાર છે. જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝા અમૃતમયવાણીમાં કથાનું રસપાન કરાવશે.આ કથાના આયોજન અંગે માહિતી આપવા આજરોજ પત્રકાર પરિષદ યોજાઈ હતી.જેમાં આયોજકોએ પત્રકરોને વિગત વાર માહિતી આપી હતી.કથામાં જાણીતા કલાકારો રાતે લોક ડાયરામાં ભજનોની રમઝટ બોલાવશે.જ્યારે 24મી ઓક્ટોબરના રોજ ગાયત્રી નગરથી કથા સ્થળ સુધી પોથી યાત્રા યોજાશે.તો અન્ય કાર્યક્રમો યોજાશે જે અંગે પણ માહિતી આપવામાં આવી હતી.અને કથા શ્રવણનો લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
Latest Stories