Connect Gujarat
ગુજરાત

ભરૂચ: ભારત વિકાસ પરિષદ દ્વારા 'રાષ્ટ્રીય ચેતના કે સ્વર’ સમૂહ ગાન સ્પર્ધાનું કરાયુ આયોજન

X

ભરૂચમાં ભારત વિકાસ પરિષદ દ્વારા કરાયુ આયોજન

'રાષ્ટ્રીય ચેતના કે સ્વર’ સમૂહ ગાન સ્પર્ધા યોજાય

વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ લીધો ભાગ

ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે ભારત વિકાસ પરિષદ ભૃગુ ભૂમિ શાખા દ્વારા આજરોજ 'રાષ્ટ્રીય ચેતના કે સ્વર’ નામક સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

રાષ્ટ્રીય ચેતના દ્વારા ભારતીય સંસ્કૃતિ જગાડવા માટે ભારત વિકાસ પરિષદ વર્ષોથી કાર્યરત છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા આધારિત રાષ્ટ્રીય વિચારધારા સાથે સમાજના પછાત, અસહાય,અભાવગ્રસ્ત અને વનવાસીની સહાય માટે વર્ષ 1963માં શરૂ થયેલ ભારત વિકાસ પરિષદની સમગ્ર દેશમાં 1425 કરતા વધુ શાખા છે ત્યારે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ચેતનાનું ઉત્સર્જન થાય એ હેતુથી ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા દ્વારા ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે ‘રાષ્ટ્રીય ચેતના કે સ્વર’ નામક સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિવિધ શાળાના 45 જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં વિદ્યાર્થીઓ દ્વારા "રાષ્ટ્રીય ચેતના કે સ્વર" પુસ્તકમાંથી દેશભક્તિના હિન્દી અને સંસ્કૃત ગીતો વિદ્યાર્થીઓ દ્વ્રારા રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રથમ ઇનામ રૂપિયા 5000/ નારાયણ વિદ્યા વિહાર ને , દ્વિતીય ઇનામ 3000/- પણ નારાયણ વિદ્યાવિહારને જયારે તૃતીય ઇનામ રૂપિયા 2000/- જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ (CBSE )ને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.નિર્ણાયક તરીકે સંધ્યા દવે, નરેન્દ્ર ટેલર, ઈશ્વરભાઇ પ્રજાપતિએ સેવા આપી હતી..આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખાના અધ્યક્ષ નરેશ ઠક્કર, દક્ષિણ પ્રાંતના પ્રચાર પ્રસારના સંયોજક યોગેશ પારિક,સેવા અને સંગઠન પ્રમુખ અને ડો.મહેશ ઠાકર,ભારત વિકાસ પરિષદના કે. આર. જોશી, સંદીપ શર્મા,તેમજ અન્ય આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story