ભરૂચના દહેજનો બનાવ
ઈપેક કંપનીમાં થયો બ્લાસ્ટ
5 લાખ લીટરની પાણીની ટાંકી ફાટી
2 કામદારના મોત, 4 કામદાર ઇજાગ્રત
પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચના દહેજમાં આવેલ ઇપેક કંપનીમાં 5 લાખ લીટરની પાણીની ટાંકીમાં બ્લાસ્ટ થતા 2 કામદારોના મોત નિપજ્યા હતા હતા જ્યારે 4 કામદારોને ઇજા પહોંચી હતી
ભરૂચના દહેજમાં આજરોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી દહેજમાં આવેલ ઇટેક કંપનીમાં કામદારો કામ કરી રહ્યા હતા તે દરમિયાન કંપનીમાં રહેલ પાંચ લાખ લીટરની પાણીની ટાંકીમાં બ્લાસ્ટ થયો હતો જેના કારણે કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પાણીની ટાંકીમાં બ્લાસ્ટ થતા નજીકમાં કામ કરી રહેલા કુલ છ જેટલા કામદારો ઘવાયા હતા જે પૈકી બે કામદારોના ગંભીર ઇજાના પગલે મોતની નિપજ્યા હતા જ્યારે અન્ય ચાર જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ તરફ ઇજાગ્રસ્ત કામદારોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બનાવની તપાસ દહેજ પોલીસ તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગ ચલાવી રહ્યું છે