ભરૂચ: ઝઘડીયા-નેત્રંગ વિસ્તારના અંતરિયાળ ગામોમાં બસ સેવા કરાય શરૂ,જુઓ કોની મહેનત રંગ લાવી !

ભરૂચ: ઝઘડીયા-નેત્રંગ વિસ્તારના અંતરિયાળ ગામોમાં બસ સેવા કરાય શરૂ,જુઓ કોની મહેનત રંગ લાવી !
New Update

ભરૂચના ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાની રજૂઆતના પગલે અંતરિયાળ વિસ્તારના અનેક ગામોને જોડતી બસ સેવા શરૂ કરવામાં આવી છે

ભરૂચ જિલ્લાના નેત્રંગ તેમજ ઝઘડિયા તાલુકાના ઘણા ગામોને સાંકળતા બસ રૂટ લાંબા સમયથી બંધ હતા, ત્યારે સ્થાનિક આગેવાનોની રજુઆતને લઇને ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા એસટી વિભાગને આ બાબતે રજુઆત કરવામાં આવી હતી. નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામો મુગજ,મચામડી, વાંકોલ, વણખૂટા, સજણવાવ અને ખાખરીયા જેવા ગામોની જનતા માટે રાજપારડી ઝઘડિયા તરફ જવા આવવા બસ સુવિધાનો અભાવ જણાતો હતો.સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનોની રજુઆતને લઇને ધારાસભ્ય રીતેશભાઈ વસાવા દ્વારા ઘણા વર્ષોથી બંધ પડેલ બસસેવા ફરીથી ચાલુ કરાવાતા આ પંથકના ગામોની જનતા અને વિધ્યાર્થીઓને હવે બસ સુવિધાનો લાભ મળશે.બસ સેવા શરૂ થતા અંતરિયાળ અનેક ગામના વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે

#Bharuch #ConnectGujarat #Villages #bus service #Jakdriya-Netrang
Here are a few more articles:
Read the Next Article