ભરૂચ : NH 48 પર સ્વામિનારાયણ મંદિર નજીક આત્મહત્યા કરવા પહોંચેલ યુવતીનો સી ડિવિઝન પોલીસે જીવ બચાવ્યો

ભરૂચના સ્વામીનારાયણ મંદિર સામે હાઈવે ઉપર કોઈ વાહનની આગળ કુદી આત્મહત્યા કરવાની હરકતો કરતા જણાય આવતા ત્યા ફરજ ઉપરનાં જી.આર.ડી.સભ્ય અરુણ ઠાકોરે

New Update
unnamed (1)

ભરૂચના સ્વામીનારાયણ મંદિર સામે હાઈવે ઉપર કોઈ વાહનની આગળ કુદી આત્મહત્યા કરવાની હરકતો કરતા જણાય આવતા ત્યા ફરજ ઉપરનાં જી.આર.ડી.સભ્ય અરુણ ઠાકોરે સમય સુચકતા વાપરી યુવતીને હાઈવે પર વાહનની આગળ કુદતા પહેલા તેને બચાવી લેવામાં આવી અને તાત્કાલીક ભરૂચ "સી-ટીમ તથા પોલીસ ઇન્સ્પેકટર એન.આર.ચૌધરીને જાણ કરતા તાત્કાલીક બનાવ વાળી જગ્યાએ પહોંચી  યુવતીને પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતા તેના પારીવારીક કારણોસર આત્મહત્યા કરવાનું વિચારીને સ્વામી નારાયણ મંદિર સામે હાઈવે ઉપર વાહનની આગળ કુદીને આત્મહત્યા કરવા માટે આવેલ હોવાની હકીકત જણાવી હતી. જેથી  યુવતી તેના પરીવારના સભ્યોનો સંર્પક કરી પોલીસ સ્ટેશન ખાતે બોલાવી સદર યુવતી તેના પરીવારના સભ્યો સાથે કાઉન્સીલીગ કરી સમજાવી પરીવાર સાથે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.

Latest Stories