દમણ: ભરૂચ ચેપ્ટર દ્વારા બિલ્ડર્સ એસો. ઓફ ઇન્ડિયાનો પાંચ રાજ્યોનો પરિસંવાદ યોજાયો

બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાની ભરૂચ ચેપ્ટર આયોજિત પશ્ચિમ વિભાગના પાંચ રાજ્યોની પ્રથમ બેઠક દમણમાં મળી હતી.

New Update

બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાની ભરૂચ ચેપ્ટર આયોજિત પશ્ચિમ વિભાગના પાંચ રાજ્યોની પ્રથમ બેઠક દમણમાં મળી હતી.

ગુજરાત રાજ્ય ભરૂચ ચેપ્ટર BAI નો શનિવારે દમણના દેવકા બીચ રિસોર્ટ ખાતે આયોજિત પ્રથમ પરિસંવાદમાં ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા બિલ્ડર્સ, કોન્ટ્રાક્ટર્સ અને બાંધકામ ઉધોગ સાથે સંકળાયેલા મહાનુભવો એકમંચ પર એકત્ર થયા હતા.પરિસંવાદનો ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને દિવ, દમણ, સિલવાસાના પ્રભારી દુષ્યંત પટેલના મુખ્ય મહેમાન પદે પ્રારંભ થયો હતો. બેઠકમાં BAI ના ભૂતપૂર્વ પ્રમુખ નિમેષ પટેલ, ગુજરાત કોન્ટ્રાકટર એસોસિએશનના ચેરમેન અરવિંદ પટેલ, પશ્ચિમ વિભાગના ઉપપ્રમુખ આંનદ ગુપ્તા મંચસ્થ મહાનુભવો સાથે જોડાયા હતા.ગુજરાત રાજ્ય BAI અધ્યક્ષ સંજીવ શાહ, ભરૂચ પ્રમુખ શૈવ શેઠ, મુખ્ય સ્પોન્સર અમિત પટેલ, સંગઠન સમિતિ અધ્યક્ષ કાર્તિક મામલતદારના એ કાર્યકમને સફળ બનાવવા વિશેષ યોગદાન આપ્યું હતું.
બેઠકમાં BAI બાંધકામ ઉધોગનો પરિચય , વિશ્લેષણ અને રાજ્ય અધ્યક્ષનો અહેવાલ રજૂ કરાયો હતો. શ્રમ કાયદા અને ESIC માં નવીનતમ વિકાસ અંગે પ્રશાંત અંબુલગેકર, ઉપપ્રમુખ-HR, મેસર્સ બી.જી. શિર્કેએ પ્રકાશ પાડ્યો હતો.કેન્દ્રીય બજેટ અને બાંધકામ ઉદ્યોગ પર તેની અસર પર પ્રત્યક્ષ કર સમિતિ અધ્યક્ષ CA તરુણ ઘિયાએ વિગતવાર જાણકારી આપી. સરકારી કરારોમાં કરારની શરતો, RERA, બાંધકામ માટે સામગ્રી અને મશીનરીમાં નવીનતમ પ્રગતિ, પદ્મ પુરસ્કારોથી લાયક કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરોને માન્યતા આપવી. સભ્યપદ અપડેટ અને પશ્ચિમ ક્ષેત્રમાં નવા BAI કેન્દ્રો સ્થાપવાની યોજના પર વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. બેઠકમાં ભરૂચના બિલ્ડરો કિરણ મજમુદાર, રોહિત ચદ્દરવાલા, પંકજ હરિયાણી, વિપુલ શાહ, જીજ્ઞેશ શેઠ, પિયુષ શાહ, વિનય શાહ, કરજીત પટેલ, મનિષ પટેલ, અનંત પટેલ, દિવ્યેશ પટેલ, નરેશ ઠક્કર સહિતના જોડાયા હતા.
Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.