ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે 8 બુટલેગરની કરી ધરપકડ, સસ્પેન્ડેડ પોલીસકર્મી પાસે થીજ ખરીદ્યો હતો દારૂ

પોલીસ કર્મી અને તેના મળતીયાઓ પાસેથી દારૂ લેનાર આઠ બૂટલેગરોને વાલીયાના શિલુડી ચોકડી નજીકથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
બુટલેગરની કરી ધરપકડ
ભરૂચના વાલિયા પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ રાઇટર હેડ તરીકે ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલે જ પોલીસ સ્ટેશનમાં જમા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો 31 લાખનો મુદ્દામાલ સગેવગેની પોલીસ તપાસમાં પોલીસ કર્મી અને તેના મળતીયાઓ પાસેથી દારૂ લેનાર આઠ બૂટલેગરોને વાલીયાના શિલુડી ચોકડી નજીકથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના વાલિયા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં જગદીશ ધનજી વસાવા પાસે ક્રાઈમ રાઇટર હેડ તરીકેનો ચાર્જ હતો.તે સમયગાળા દરમિયાન પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમની દેખરેખની જવાબદારી પણ તેમની પાસે જ હતી.
જેનો ફાયદો ઉઠાવી રૂમમાંથી 31 લાખનો વિદેશીદારૂ સગેવગે કર્યો હતો. મામલામાં વાલિયા પોલીસે ગુનો નોંધતાં ભરૂચ એલસીબીના પીઆઈ મનિષ વાળાને તપાસ સોંપાઈ હતી.જે બાદ જગદિશ વસાવાની ધરપકડ કર્યાં બાદ પુછપરછ કરતાં તેના કારસામાં હોમગાર્ડ જયરાજસિંહ રાઉલજી તથા ત્રણ જીઆરડી જવાન અશ્વિન વસાવા, દેવેન્દ્ર ગામીત તેમજ સંદિપ વસાવા મદદ કરતાં હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
જેમાં આ ચારેય હેડ કોન્સ્ટેબલ જગદીશ વસાવાના કહેવાથી રાત્રીના સમયે તેમની ખાનગી બલેનો કારમાં મુદ્દામાલ રૂમમાંથી ચોરી કરેલો માલ કાઢીને લઈ બૂટલેગરોને વેચી દેતા હોવાનું ખૂલ્યું હતું.આ મમાલે LCB ટીમે તપાસ દરમિયાન આ ગુનામાં દારૂ લેનાર બૂટલેગરો છેલ્લા ત્રણ મહિનાથી પોલીસ પકડથી નાસતા ફરતા હતા.
ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ગુનામાં વોન્ટેડ પ્રવીણ શંકરભાઈ વસાવા,દેવેન્દ્ર વસંતભાઈ વસાવા, સંજય સતિષભાઇ વસાવા, અનિલકુમાર રમેશભાઈ બૈશાની, મહેશ ઉર્ફે મસો સુકાભાઈ વસાવા,હરીશ રાજુભાઇ વસાવા, સતિષ કેસુરભાઈ વસાવા અને અનિલ ઉર્ફે લાલો વિજયભાઇ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે 
Latest Stories