ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે વાલિયાના કોંઢ ગામેથી રૂ.27 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ગુજરાત : સમાચાર : વાલિયાના કોંઢ ગામમાં ચાઈના કોલોની પાછળ કેવળીયું તળાવના કાંઠે બાવળીની ઝાડીમા  રેડ કરતા રૂ.27,600ની વિદેશી દારૂની 198 બોટલ મળી આવી

New Update
કોંઢ
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે  વાલિયાના કોંઢ ગામે રહેતા બુટલેગર રાકેશ  વસાવાએ પોતાના ગામમાં ચાઇના કોલોની પાછળ કેવળીયું તળાવના કાંઠે બાવળીની ઝાડીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. જે બાતમી આધારે કોંઢ ગામમાં ચાઈના કોલોની પાછળ કેવળીયું તળાવના કાંઠે બાવળીની ઝાડીમા  રેડ કરતા રૂ.27,600ની વિદેશી દારૂની 198 બોટલ મળી આવી હતી. જો કે વિદેશી દારૂ મંગાવનાર બુટલેગર રાકેશ વસાવા ફરાર થઇ જતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
Latest Stories