New Update
/connect-gujarat/media/media_files/2025/09/16/whatsapp-image-2025-09-16-2025-09-16-10-19-19.jpeg)
ભરૂચ જિલ્લાના પ્રથમ BRM હોલ્ડર મહિલા સાયક્લિસ્ટ શ્વેતા વ્યાસ આજે ભરૂચ જીલ્લા પોલીસ વડા અક્ષય રાજ સાહેબની ઔપચારિક શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન પોલીસ વડા એસ.પી અક્ષય રાજ સાહેબ સાથે ભરૂચ જિલ્લાની જનતાને રોજીંદા જીવનમાં સાઇકલનો ઉપયોગ કરી પર્યાવરણ તથા સ્વસ્થ અને તંદુરસ્ત ની જાળવણી કરી શકાય છે એવી ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ભરૂચ જિલ્લામાં સાયક્લિંગ તથા રનિંગ જેવી શારીરિક પ્રવૃતિને પ્રોત્સાહન આપવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ તે બાબાતમાં આગળ આવીને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરી હતી.
શ્વેતા વ્યાસે સાયક્લિંગ દ્વારા પોતાનું 30 કિલો જેટલું વજન ઘટાડયુ છે તથા ૨૦૨૨ માં નારી શક્તિ એવોર્ડ અને 2023 માં ઈન્ડિયા સ્ટાર ઇન્ડિપેન્ડનટ એવોર્ડ પણ મેળવી ચુક્યા છે અને હાલમાં ૨૦૨૦ થી રોજ સાઇકલિગ કરી ને લોકો ને સાયક્લિંગ પ્રવૃત્તિમાં જોડાવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. શ્વેતા વ્યાસ ભરૂચમાં અને ભરૂચ ની બહાર આવનાર સાયકલિસ્ટ નું હર હંમેશા સ્વાગત કરે છે અને એમનું સન્માન કરે છે.
Latest Stories