New Update
ભરૂચમાં યોજાયો કાર્યક્રમ
વિવિધ સંસ્થાઓના ઉપક્રમે કાર્યક્રમનું આયોજન
229 દિવ્યાંગ બાળકોને સાધન સહાયનું વિતરણ
904 બાળકોને આગામી દિવસોમાં સાધન આપવામાં આવશે
કલેકટર તુષાર સુમેરા સહિતના આગેવાનો રહેશે ઉપસ્થિત
ભરૂચ જીલ્લાની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતાં દિવ્યાંગ બાળકોને સ્વતંત્ર અને પરિપૂર્ણ જીવન જીવવા તથા સશક્તિકરણનાં હેતુસર જીલ્લા વિકાસ અધિકારીની કચેરી, શિક્ષણ શાખા સમગ્ર શિક્ષા, જીલ્લા પંચાયત ભરૂચ, અને જી.એન.એફ.સી NARDESનાં સંયુક્ત ઉપક્રમે સાધન સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન આજરોજ કરવામાં આવ્યું.જેમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકાના વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતાં ૯૦૪ બાળકોને તેઓની ક્ષતિ અનુસાર જરૂરિયાત મુજબનાં ૧૨૨૭ સાધનોનું વિતરણ કરવામાં આવનાર છે જે પૈકી આજરોજ ૨૨૯ દિવ્યાંગ બાળકોને તેઓની ક્ષતિ અનુસાર જરૂરિયાત મુજબનાં ૨૭૨ સાધનોનું વિતરણ મહાનુભાવોનાં હસ્તે કરવામાં આવ્યું. બાકીના સાધનો તાલુકા કક્ષાએથી વિતરણ કરવામાં આવનાર છે.
આ કાર્યક્રમમાં જીલ્લા કલેકટર તુષાર સુમેરા, જીલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોષી, જીલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલ, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ, જીલ્લા આઇઇડી કો- ઓર્ડિનેટર ચૈતાલી પટેલ, જી.એન.એફ.સી NARDES નાં અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories