New Update
ભરૂચ પોલીસ દ્વારા હાથ ધરાય કાર્યવાહી
વિદેશી દારૂના જથ્થાનો કરાયો નાશ
ઝઘડિયા ડિવિઝનના 5 પોલીસ મથકમાં ઝડપાયો હતો દારૂ
રૂ.56 લાખના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો
દારૂની 27 હજાર બોટલનો નાશ કરાયો
ભરૂચના ઝઘડિયા ડિવિઝનના 5 પોલીસ મથકમાં ઝડપાયેલ રૂ.56 લાખના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો
ભરૂચના ઝઘડિયા તાલુકામાં વિવિધ પ્રોહિબિશન ગુના હેઠળ પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ દારૂની કુલ કિંમત રૂપિયા 56.62 લાખથી વધુ આંકવામાં આવી છે. આ કાર્યવાહીમાં ઝઘડિયા, ઝઘડીયા જીઆઇડીસી, - રાજપારડી, નેત્રંગ અને વાલિયા સહિત - કુલ 5 પોલીસ સ્ટેશન તરફથી જપ્ત કરાયેલા મુદ્દામાલનો સમાવેશ થાય છે. જેમાં કુલ 27,723 બોટલ પ્રતિબંધિત વિદેશી દારૂનો નાશ કરાયો હતો. દારૂના નાશની આ પ્રક્રિયા ઝઘડિયા જીઆઇડીસી ખાતે યોજાઈ હતી. મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા અને ઝઘડિયા તાલુકાના એસડી.એમની અધ્યક્ષતામાં રોડરોલર ફેરવીને દારૂનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો.
Latest Stories