ભરૂચ: વિલાયત GIDCમાં આવેલ ગ્રાસિમ કંપની દ્વારા પૂર અસરગ્રસ્તો માટે મદદ પહોંચાડવામાં આવી

New Update
ભરૂચ: વિલાયત GIDCમાં આવેલ ગ્રાસિમ કંપની દ્વારા પૂર અસરગ્રસ્તો માટે મદદ પહોંચાડવામાં આવી

ભરૂચની વિલાયત જીઆઈડીસીમાં આવેલ ગ્રાસિમ કંપની દ્વારા કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ નર્મદા નદીમાં આવેલ ભયંકર પૂરના કારણે સર્જાયેલ વિપરીત પરિસ્થિતિમાં પૂર અસરગ્રસ્તો માટે 15 થી 20 દિવસ સુધી ચાલી શકે તેવી 700 સંપૂર્ણ રાશન કીટનું વિતરણ લોકોને કરવામાં આવ્યુ હતું.


ગ્રાસિમ કંપનીના સી. એસ. આર. વિભાગ દ્વારા યુનિટ હેડ આશિષ ગર્ગ , HR હેડ કર્ણ મિસ્ત્રી અને શૈલી મેડમના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, કાર્યક્રમનું સંચાલન હેમરાજ પટેલ, સ્નેહા મહેતા, રાઘવ પુરોહિત, વિજયનજી, પ્રકાશભાઈ અધિકારીગણ દ્વારા કરવામાં આવ્યું હતુ.ગ્રાસિમ કંપની CSR હેઠળ સમાજ માટે કુદરતી આફતો વેળાએ હમેશા લોકોની પડખે રહી સમાજ સેવા માટે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે.

Latest Stories