ભરૂચ: વિલાયતમાં આવેલ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું દેરોલ ગામે આયોજન કરવામાં આવ્યું

New Update
ભરૂચ: વિલાયતમાં આવેલ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું દેરોલ ગામે આયોજન કરવામાં આવ્યું

ભરૂચની વિલાયત જી.આઈ.ડી.સી.માં આવેલ ગ્રાસિમ CSR - નિઃ શુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં દેરોલ અને તેની આસપાસના ૫ થી ૬ ગામના ૨૬૩ જેટલા દર્દીઓએ આ સેવાનો લાભ લીધો હતો. જેમાં ૨૨ જેટલા મોતિયાબિંદ અને ઝામરના ઓપરેશનની જરૂરીયાત વાળા દર્દીઓને સેવા રૂરલ ઝઘડિયા ખાતે ઓપરેશન અને અન્ય સારવાર માટે મોકલવામાં આવ્યા.આ ઉપરાંત ૨૧૮ જેટલાં દર્દીઓની યોગ્ય તપાસ કરી અને નિઃશુલ્ક ચશ્મા અને દવાનું વિતરણ કરવામાં આવ્યું તેમજ ૨ દર્દીને ઘનિષ્ઠ તપાસ માટે રીફર કરવામાં આવ્યાં.


આ પ્રસંગે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ વિલાયત ના HR વિભાગના વડા કર્ણ મિસ્ત્રી ,CSR વિભાગની ટીમ હેમરાજ પટેલ, તૃપ્તિ પટેલ અને તરંગ પરમાર તેમજ દેરોલ ગામના સરપંચ દિલાવર મલેક અને ગામના આગેવાનો તથા સેવા રૂરલ ઝઘડિયાથી વિક્રમસિંહઅને તેમની ટીમના સભ્યોએ મળી નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવવા યોગદાન આપ્યુ હતુ. 

Latest Stories