ભરૂચ ગુર્જર સુથાર પ્રગતિ મંડળ દ્વારા શૈક્ષણિક પ્રતિભા સન્માન સમારોહ યોજાયો

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પટેલ પંચની વાડી ખાતે શ્રી ગુર્જર સુથાર પ્રગતિ મંડળ ભરૂચ અંકલેશ્વર દ્વારા શૈક્ષણિક પ્રતિભા સન્માન સમારંભનું આયોજન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું

New Update
ભરૂચમાં ગુર્જર સુથાર પ્રગતિ મંડળ ભરૂચ  દ્વારા તેજસ્વી તારલાઓના ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પટેલ પંચની વાડી ખાતે શ્રી ગુર્જર સુથાર પ્રગતિ મંડળ ભરૂચ અંકલેશ્વર દ્વારા શૈક્ષણિક પ્રતિભા સન્માન સમારંભનું આયોજન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.
જેમાં જિલ્લા પંચાયત સદસ્ય શૈલાબેન પટેલ,તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, ગુર્જર સુથાર સુરત સમાજના પ્રમુખ દશરથ જાદવાની, ઠાકોર મંદિરના ટ્રસ્ટી રમેશ ગજજર સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે ગુર્જર સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે  સમાજના પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારો ,કમિટી સભ્યો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories