ભરૂચ કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લોક અદાલત યોજાય, 27,287 કેસ નિકાલ અર્થે રજૂ કરાયા

ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

New Update
ભરૂચ કાનૂની સેવા સત્તા મંડળ

ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચ ન્યાયાલય ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ન્યાયાધીશ આર.કે.દેસાઈએ દિપ પ્રાગટય દ્વારા પ્રારંભ કરાવ્યો હતો.

લોક અદાલતમાં પોસ્ટલિટીગેશન કેસો,પ્રી લિટીગેશન કેસો તેમજ ટ્રાફિક ઇ ચલણના મળી કુલ ૨૭,૨૮૭ કેસ નિકાલ અર્થે નોંધાયા હતા. જેમાં ડીજીવીસીએલ ,બેન્કો અને ફાઇનાન્સિયલ ઈન્સ્ટીટ્યુશનના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય લોક અદાલતમાં વિવિધ કેસનો નિકાલ થવાથી બંન્ને પક્ષકારોના હિતમાં ફેસલો થતો હોય છે.  ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન આર કે દેસાઈ અને સેક્રેટરી ડીબી તિવારીના સંચાલન હેઠળ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું