ભરૂચના સાંસદ કોણ..? : 23 રાઉન્ડમાં યોજાય રહેલી મત ગણતરી, બપોર બાદ ચિત્ર સ્પષ્ટ થઇ જશે..!

ભરૂચ લોકસભા બેઠક પર આયોજિત મત ગણતરી, ચૂંટણી લડનારા 13 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો. કે.જે.પોલીટેક્નિકના મત ગણતરી કેન્દ્ર પર જમાવડો, પોલીસ બંદોબસ્ત વચ્ચે 23 રાઉન્ડમાં મત ગણતરી, મનસુખ વસાવા-ચૈતર વસાવા વચ્ચે કાંટાની ટક્કર.

New Update

ભરૂચ લોકસભા બેઠક માટે સરકારી કે.જે.પોલીટેક્નિક કોલેજ ખાતે મત ગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 23 રાઉન્ડમાં મત ગણતરી યોજાય હતીજેમાં ચૂંટણી લડનારા 13 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થયો છે.

ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી ગત તા. મી મે 2024ના રોજ યોજા હતી. ભરૂચ જિલ્લામાં કુલ 18 લાખ મતદારો પૈકી કુલ 11,91,877 લોકોએ પોતાના મતધિકારનો ઉપયોગ કરીને ઉત્સાહભેર મતદાન કર્યું હતું. સમગ્ર જિલ્લામાં 69.16 ટકા મતદાન નોંધાયું હતું, ત્યારે આજે તા. જૂનના રોજ ભરૂચની સરકારી કે.જે.પોલીટેક્નિક કોલેજ ખાતે મત ગણતરી યોજાય રહી છે. આ મત ગણતરી કુલ 23 રાઉન્ડમાં યોજાય રહી છે.

ભરૂચ લોકસભા બેઠક પર કુલ 13 ઉમેદવારોએ ચૂંટણીમાં દાવેદારી કરી હતી. જેમાં ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા અને ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી છે, ત્યારે બન્ને ઉમેદવારોમાંથી કોણ બાજી મારશે તે ચિત્ર બપોર બાદ સ્પષ્ટ થઇ જશે.

Latest Stories