ભરૂચ નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ સહિત સફાઈ અભિયાનનું આયોજન કરાયું

નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત "સ્વચ્છતા પખવાડીયા" નિમિત્તે તા. 5 જૂન 2024ના રોજ ''વિશ્વ પર્યાવરણ દિન'' અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

New Update
ભરૂચ નગરપાલિકા

ભરૂચ નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત "સ્વચ્છતા પખવાડીયા" નિમિત્તે તા. 5 જૂન 2024ના રોજ ''વિશ્વ પર્યાવરણ દિન'' અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી, ચીફ સેનેટરી ઈન્સ્પેકટર, વોર્ડના સેનેટરી ઈન્સ્પેકટર અને સફાઈ કામદાર મિત્રોએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

તદુપરાંત તા. 6 જૂન 2024થી તા. 9 જૂન 2024 સુધી ભરૂચ શહેરમાં આવેલ તમામ મહાનુભાવોની પ્રતિમા, બાગ-બગીચાઓ તથા સરકારી રહેણાંક વિસ્તારની સાફ સફાઈ, વોર્ડ નં. 1થી 11માં આવેલ તમામ જાહેર શૌચાલયનું રીપેરીંગ તેમજ સાફ સફાઈ, ખુલ્લા પ્લોટ, સોસાયટીના કોમન પ્લોટ, જાહેર મેદાન તેમજ વોર્ડમાં આવેલ તમામ સ્લમ વિસ્તારની સાફ-સફાઈ, નદી, તળાવ, પાણીના સ્ત્રોત, નદી કિનારા તેમજ પીવાના પાણીની ટાંકી ઓવરહેડ અને ફિલ્ટરેશન પ્લાન્ટની સાફ-સફાઈ પણ હાથ ધરવામાં આવનાર છે.

Latest Stories