New Update
/connect-gujarat/media/media_files/2025/09/26/screenshot_2025-09-26-08-21-24-27_92460851df6f172a4592fca41cc2d2e6-2025-09-26-09-41-25.jpg)
ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025 ની ઉજવણીના ભાગરૂપે ઓનલાઇન સેમીનારનું આયોજન ભરૂચ નગર સેવા સદન કચેરીના સભાખંડમાં કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ વિરોધ પક્ષના નેતા સમશાદઅલી સૈયદ , મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ , વિવિધ સમિતિના ચેરમેન, અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ફાળવવામાં આવતી વિવિધ યોજનાકીય વિકાસની ગ્રાન્ટ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.ભરૂચ નગરપાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ દ્વારા ભરૂચ નગરપાલિકાને વસ્તીના માપદંડોને આધારે એ ક્લાસ નહીં પરંતુ એ પ્લસ ક્લાસ ગણી ખાસ કિસ્સામાં વિકાસના કામો માટે વધારે ગ્રાન્ટ ફાળવવા માટે સૂચન કરવામાં આવ્યું હતું
Latest Stories