ભરૂચ : પાલેજ પોલીસે 16 પશુઓ ભરેલ ટ્રક ઝડપી પાડી, ડ્રાઇવર-ક્લીનરની ધરપકડ

ભરૂચની પાલેજ પોલીસને બાતમી મળી હતી કે એક ટ્રક વલણ ગામેથી પશુ ભરી મહારાષ્ટ્રના ઘૂલ્યા માર્કેટ તરફ કતલ માટે લઈ જાય છે. જેવી માહિતી મળતા પોલીસે

New Update
unnamed (2)

ભરૂચની પાલેજ પોલીસને બાતમી મળી હતી કે એક ટ્રક વલણ ગામેથી પશુ ભરી મહારાષ્ટ્રના ઘૂલ્યા માર્કેટ તરફ કતલ માટે લઈ જાય છે. જેવી માહિતી મળતા પોલીસે બે પંચો સાથે વલણ ફાટક વાળા રોડ પર બાતમી મુજબ વોચ ગોઠવી હતી. તે દરમિયાન વલણ ફાટક પસાર કરીને એક ટ્રક ચાલકે ગફલત રીતે વાહન ચલાવીને આવી રહ્યો હતો. તેને ઊભા રાખી ક્લીનરને અંદર શું છે એવું પૂછતાં તેણે સંતોસકારક જવાબ નહીં આપતા,

ટ્રકમાં તપાસ કરતાં તેમાં ખીચોખીચ ટૂંકા દોરડાથી બાંધી રાખેલ કુલ 16 પશુ ભરેલા હતા. ડ્રાઈવરનું નામ પૂછતા નાસીર સિંધી રહે બામણોર જિલ્લો બાડમેર, ક્લીનર શેર ખાન સિંધી રહે બલિશર હોવાનું બહાર આવ્યું હતું.તપાસ દરમિયાન પુરાવા રજૂ નહીં કરતાં પોલીસે 16 પશું જેની કિંમત 2.40 લાખ તેમજ એક ટ્રક મળી કુલ રૂપિયા 9.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ પૂછપરછ દરમિયાન પશું કરજણ તાલુકાનાં વલણ ગામના ફેયાઝ લખોટીએ ભરી આપેલ હોવાનું જણાવ્યું હતું. જે મહારાષ્ટ્ર ધુલિયા માર્કેટ યાર્ડમાં પહોચાડવાનું હતું તેવું જણાવ્યું હતું. 

Latest Stories