ભરૂચ : વેજલપુર પારસીવાડ વિસ્તારમાં જર્જરિત મકાનનો કેટલોક હિસ્સો ધરાશયી, કામદારનું કરાયુ રેસ્ક્યુ

ભરૂચના વેજલપુર પારસીવાડ વિસ્તારમાં જર્જરિત મકાન ઉતારવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક મકાનનો કેટલોક હિસ્સો ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
MixCollage-19-Nov-2025-09-25-AM-5272
ભરૂચના વેજલપુર પારસીવાડ વિસ્તારમાં જર્જરિત મકાન ઉતારવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક મકાનનો કેટલોક હિસ્સો ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી. 

https://www.instagram.com/reel/DROT9eUjhd7/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== 
ચાલુ ડિમોલિશન દરમિયાન પડેલા કાટમાળ નીચે એક કામદાર દબાઈ જતા પરિસ્થિતિ ગંભીર બની હતી.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો સાથે ભરૂચ ફાયર વિભાગ પણ ઘટનાસ્થળે દોડી આવ્યું. ફાયર ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરીને કાટમાળ નીચે ફસાયેલા કામદારને સલામત બહાર કાઢ્યો હતો. 
Latest Stories