ભરૂચ : પટેલ સુપર માર્કેટમાં દુકાનની ગેલેરીનો ભાગ ધરાશાયી

3 દિવસથી અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે બિસ્માર હાલતમાં રહેલ મકાનોની દીવાલ કે, છાજલીઓ ધરાશાયી થવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે પટેલ સુપર માર્કેટમાં દુકાનની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો

New Update
ભરૂચ પટેલ સુપર માર્કેટ ભરૂચ

ભરૂચ શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ પટેલ સુપર માર્કેટમાં દુકાનની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી. 

ભરૂચ શહેર તથા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે બિસ્માર હાલતમાં રહેલ મકાનોની દીવાલ કેછાજલીઓ ધરાશાયી થવાનો સિલસિલો યથાવત રહ્યો છેત્યારે બુધવારની સવારે વરસાદના વિરામ વચ્ચે ભરૂચ શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ પટેલ સુપર માર્કેટમાં દુકાનની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો હતો.

જેના પગલે એક તબક્કે વેપારીઓ અને દુકાનદારો સહિત પટેલ સુપર માર્કેટ આવતા ગ્રાહકોમાં ગભરાટ પ્રસરી ગયો હતો. પરંતું સદભાગ્યે અત્યાર સુધી કોઈ બનાવોમાં કોઈ મોટી જાનહાનિ કેકોઈ વ્યક્તિને ઇજા ન પહોચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.