ભરૂચ : રથયાત્રા રૂટ પર પોલીસે યોજયું રિહર્શલ, આવતીકાલે 4 સ્થળે યોજાશે જગન્નાથની રથયાત્રા
ભરૂચમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાયતી માટે પોલીસે ડ્રોન કેમેરા સાથે ૧૩૮ બોડી વોનૅ કેમેરા થી બાદ નજર રાખવામાં આવી રહી છે અને ભરૂચના વિવિધ રથયાત્રામાં કાયદો વ્યવસ્થા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે
ભરૂચ શહેર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય તે માટે પોલીસે તમામ પ્રકારના બંદોબસ્ત ગોઠવી દીધા છે જેમાં પોલીસ કર્મીઓ હોમગાર્ડ જવાનો એસઆરપી ગ્રુપ સહિત પીઆઇ પીએસઆઇ ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ખડે પગે રહેનાર છે સાથે સાથે રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડ્રોન કેમેરા સાથે ૧૩૮ બોડી વોનન કેમેરા સાથે સિવિલ ડ્રેસમાં પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે ભરૂચમાં ચુસ્ત બંદોબસ્ત સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે