New Update
નવ નવેલી રાતનો આજથી પ્રારંભ
ભરૂચ પોલીસ દ્વારા ભવ્ય આયોજન
હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ગરબા મહોત્સવનું આયોજન
પૂજન અર્ચન સાથે પ્રારંભ કરાયો
પોલીસ અધિકારીઓ- કર્મચારીઓ રહ્યા ઉપસ્થિત
ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનું વડોદરા રેન્જના આઈ.જી સંદીપસિંહના હસ્તે પૂજન અર્ચન કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો
ભરૂચ શહેરમાં જગત જનનીમાં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ભરૂચ પોલીસ દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે વડોદરા રેન્જના આઈ.જી.સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસવડા અક્ષય રાજ મકવાણાના હસ્તે શાસ્ત્રોક્તવિધિ અનુસાર પૂજન અર્ચન કરી ગરબા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.ખેલૈયાઓ સુરક્ષા ને સલામતી સાથે ગરબા રમી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહિલાઓ માટે હેલ્પ ડેસ્ક તથા આરોગ્યની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. નવરાત્રિના નવ દિવસ ભરૂચ પોલીસ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમશે.