ભરૂચ: હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટ વચ્ચે સવારથી જ વરસાદી માહોલ

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે અને ઝરમર

ભરૂચ rain
New Update
ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે અને ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે મેઘરાજાનો અંતિમ રાઉન્ડ શરૂ થઈ ગયો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે.
ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસર 13 મી.મી,આમોદ  2  મી.મી.,વાગરા 0 મી.મી.,ભરૂચ 0 મી.મી.,ઝઘડિયા  1.75 ઇંચ,અંકલેશ્વર  16  મી.મી.,હાંસોટ  6 મી.મી.,વાલિયા 1.75 ઇંચ અને નેત્રંગમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.
Here are a few more articles:
Read the Next Article