Connect Gujarat
ગુજરાત

ભરૂચ : તુલસીધામ શાક માર્કેટને ખસેડવા તંત્રની પુનઃ કવાયત, જુઓ વેપારીઓને કેવી તાકીદ કરાય...

તુલસીધામ શાક માર્કેટના કારણે ટ્રાફિક જામની સમસ્યા શાકભાજીના ફેરિયાઓને રવિવાર સુધી હટી જવા તાકીદ જો આમ નહીં થયે સોમવારે વેપારીઓને ખદેડવા ચીમકી

X

ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલ તુલસીધામ શાક માર્કેટ ભોલાવ, મકતમપુર તેમજ ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ અનેક સોસાયટીઓના રહીશો માટે તુલસીધામ શાક માર્કેટ રોજનું શાક તેમજ અન્ય ખરીદી માટેનું સ્થળ બની ગયું છે. 25 કરતા પણ વધુ વર્ષોથી અહી શાક માર્કેટ ભરાતું આવ્યું છે. પરંતુ હવે અહીં પથારો કરી કે, લારી પર શાકભાજી વેંચતા વેપારીઓના કારણે ટ્રાફિક જામની ભારે સમસ્યા સર્જાતી હોવાનું કારણ આગળ ધરી તંત્ર દ્વારા એક મહિના પૂર્વે વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી. જોકે, તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં પુનઃ તંત્ર એક્શનમાં આવ્યું છે.

આજરોજ ટી.ડી.ઓ. ધ્રુવ પટેલ તેમના સ્ટાફ સાથે તુલસીધામ શાક માર્કેટ ખાતે આવી પથારા અને લારીવાળાઓને રવિવાર સુધીમાં અહીથી હટી જવા તાકીદ કરાય છે. સાથે જ મુખ્ય માર્ગ પર અંદરના ભાગે ફાળવવામાં આવેલ નવી જગ્યા પર હવે ધંધો કરવા જણાવ્યું હતું. જો તેમ નહીં થાય તો સોમવારે પોલીસ બંદોબસ્ત સાથે કડક હાથે કાર્યવાહી કરી તમામને અહીથી ખદેડી મુકવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. જોકે, હવે તુલસીધામ શાક માર્કેટના 200થી વધુ વેપારીઓ માટે કરાયેલી અન્ય વ્યવસ્થાને સ્વયંભૂ સ્વીકારવામાં આવે છે કે, પછી તંત્ર દ્વારા કડકાઈ કરવાની આવશ્યકતા પડશે કે, નહીં હવે તે જોવું રહ્યું...

Next Story