New Update
/connect-gujarat/media/media_files/2025/06/24/whatsapp-image-2025-06-24-2025-06-24-20-07-19.jpeg)
સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં “આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ“ની થીમ સાથે તા.૨૬ જૂનથી તા.૨૮ જૂન દરમ્યાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન થયું છે.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫માં જિલ્લામાં કુલ- ૧૨૫ રૂટ બનાવવામાં આવ્યાં છે. જેમાં મંત્રી ધારાસભ્ય, સચિવ, પદાધિકારી અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારશે. આ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-૦૧ અને ધોરણ-૦૯માં બાળકો પ્રવેશ મેળવનાર છે. ચાલુ વર્ષે આ મહાનુભાવો દ્વારા આંગણવાડીમાં કુલ ૧૧,૩૨૦ વિદ્યાર્થીઓ, બાલવાટિકામાં ૧૧,૪૪૯ વિદ્યાર્થીઓ, ધોરણ-૧ માં ૫૨૬ વિદ્યાર્થીઓ, જ્યારે ધોરણ-૦૯માં સરકારી શાળા,ગ્રાન્ટેડ શાળા મળી ૧૫,૨૪૬ વિદ્યાર્થીઓ વિવિધ શાળાઓમાં પ્રવેશ મેળવશે જ્યારે ધોરણ-૧૧ માં ૧૩,૧૫૩ વિદ્યાર્થીઓ ને પ્રવેશ આપવામાં આવનાર છે. આ વર્ષે શિક્ષણ વિભાગના વખતો-વખતની યોજના અને શિક્ષકોના પ્રયત્નોથી હાલમાં ૪૮૮ જેટલા બાળકો ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવેલ છે. જે ખરેખર એક સિધ્ધિ ગણી શકાય તેમ છે.
Latest Stories