Connect Gujarat
ગુજરાત

ભરૂચ : એસપી ડો. લીના પાટીલની ઉપસ્થિતીમાં પોલીસકર્મીઓને અપાય CPRની તાલીમ...

X

સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ જવાનો માટે યોજાય શિબિર

તબીબો દ્વારા પોલીસકર્મીઓને અપાય CPRની શ્રેષ્ઠ તાલીમ

આપતકાલ દર્દીનો જીવ બચાવવા અંગે માર્ગદર્શન અપાયું

સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે રાજ્યમાં 51 સ્થળોએ પોલીસ જવાનો માટે CPRની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ભરૂચની સિવિલ હોસ્પિટલ સ્થિત ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ખાતે જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલની ઉપસ્થિતિમાં પોલીસકર્મીઓને CPRની તાલીમ આપવામાં આવી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાંથી CPR તાલીમનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે ગુજરાતના 51 સ્થળોએ CPR ટ્રેનિંગનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભરૂચની સિવિલ હોસ્પિટલ સ્થિત ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ખાતે જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલની ઉપસ્થિતિમાં પોલીસકર્મીઓને CPRની તાલીમ આપવામાં આવી હતી. સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે ડોક્ટરો અને તબીબી વ્યવસાયિકો દ્વારા પ્રેક્ટીકલ ટ્રેનિંગમાં ઇમર્જન્સી સેવામાં કોઈ દર્દીનો જીવ બચાવવો હોય તો તેનું હૃદય કેવી રીતે ફરી ધબકતું કરી શકાય તે અંગેની તાલીમ આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ, ડીવાયએસપી સી. કે.પટેલ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજના ગોપિકા મિખીયા સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story