New Update
ભોલાવ વિસ્તારમાં વિકાસ કાર્યને વેગ આપવામાં આવ્યો
સંજય કોલોનીથી નર્મદા કોલોની માર્ગનો કરાશે વિકાસ
રૂ. 1.60 કરોડના ખર્ચે પેવર બ્લોક રોડનું નિર્માણ કરાશે
ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
રોડના નિર્માણથી પરિવહનને નવી સુવિધા મળશે
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારની સંજય કોલોનીથી નર્મદા કોલોની સુધીના માર્ગ પર અંદાજીત રૂ. 1.60 કરોડના ખર્ચે પેવર બ્લોક રોડના નિર્માણ કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં શહેરી વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ભોલાવ વિસ્તારની સંજય કોલોનીથી નર્મદા કોલોની સુધીના માર્ગ પર અંદાજીત રૂ. 1.60 કરોડના ખર્ચે પેવર બ્લોક રોડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર લોકોના મૂળભૂત સુવિધાઓના વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે. ભોલાવ વિસ્તાર છેલ્લા કેટલાક વર્ષોથી ઝડપી વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે, અને આ રોડના નિર્માણથી પરિવહનને નવી સુવિધા મળશે. વરસાદી મોસમમાં કાદવ અને અસમંજસ ભરેલા રસ્તાથી લોકો પરેશાન થતા હતા, જે મુશ્કેલી હવે દૂર થવાની છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, શહેર ભાજપ પ્રમુખ જતીન શાહ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories