/connect-gujarat/media/post_banners/3ad45c4dd82c7086c577454c661f6de3a50017bd94377c872df76f2b5ebf5a01.webp)
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ગામના કબીર ગામ રોડ ઉપર પ્રોવિઝન સ્ટોરના વેપારીની નજર ચૂકવી દંપતી રૂપિયા 1 લાખની રોકડ રકમ લઈને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ગામના હાઇસ્કુલ ફળિયામાં રહેતા રતિલાલ ચંપક વસાવા ચાસવડ ગામના કબીર ગામ રોડ ઉપર પ્રોવિઝન સ્ટોર અને ફોટો સ્ટુડિયો ચલાવે છે. જેઓના સ્ટોર પર ગત તારીખ ૨૪મી નવેમ્બરના રોજ ફોર વ્હીલ લઈને આવેલ દંપતીએ દુકાનદાર પાસે સામાન લઇ તેઓની પાસે 2 હજારની નોટ માંગતા દુકાનદાર કાઉન્ટરમાં મુકેલ રૂપિયા કાઢવા જતાં મહિલાએ તેઓને વાતોમાં ભોળવી રાખ્યા હતા. તે સમયે વેપારીની નજર ચૂકવી મહિલા સાથેના અજાણ્યા ઇસમે કાઉન્ટરમાં મુકેલ રોકડ રકમ 1 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા, ત્યારે ચોરીની ઘટના દુકાનમાં રહેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. જોકે, ચોરી અંગે નેત્રંગ પોલીસ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.