New Update
/connect-gujarat/media/media_files/Q8YYpFJU9kOnTTd6TIUm.jpg)
ભરૂચ આમોદ તાલુકાના રોઝા ટંકારિયા ગામ ખાતે ઘટાદાર વડનું વૃક્ષ ધરાશાયી થયુ હતું. 7 જેટલા વિજપોલ તૂટી પડતા વીજપુરવઠો ખોરવાયો હતો. જેને લઈ ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
ચોમાસુ વિધિવત રીતે બેસતાં ભારે પવન સાથે વરસાદ વરસતાં અનેક ઠેકાણે નુકશાની સર્જાઈ રહી છે. તેવામાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રોઝા ટંકારિયા ગામ ખાતે ભારે પવનના કારણે ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગની અડીને આવેલા એક વડનું ઘટાદાર વૃક્ષ એકાએક ધરાશાયી થતાં ભારે નુકશાન થયું હતું. વૃક્ષ તુટી પડતાં અંદાજીત 7 જેટલા વીજપોલ અને D.P જમીનદોસ્ત થઇ ગયા હતા. જેને લઇ વીજ પુરવઠો ખોરવાયો હતો. બનાવને પગલે જીઇબી વિભાગને મોટું નુકશાન પહોંચ્યું હતું. સવારે 5 વાગ્યાંથી વીજળી ડૂલ થતા ગ્રામજનો હેરાન પરેશાન થયા હતા. ઘટનાની જાણ થતાંજ વીજ કર્મચારીઓ તાબડતોડ સમારકામની કામગીરીમાં જોતરાઇ ગયા હતા. ઉલ્લેખનીય છે, કે વહેલી સવારે 5 વાગ્યામાં અરસામાં ઘટના સર્જાઈ હોવાથી માર્ગ ઉપર વાહનો તેમજ રાહદારીઓની અવરજવર નહીવત હોવાથી ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.