/connect-gujarat/media/media_files/2025/10/19/bbb-2025-10-19-23-15-03.jpg)
ભરૂચ રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેનની અડફેટમાં આવી જતાં એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, ભરૂચ રેલવે સ્ટેશન નજીક આજરોજ એક યુવતી અને યુવતી ટ્રેનની અડફેટે ચઢ્યા હતા. જેમાં સાંજના સમયે સુરતથી વડોદરા તરફ જઈ રહેલી દિલ્હી-સરાય-રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેન રેલ્વે સિલ્વર બ્રિજની બહાર આવતા જ આ ટ્રેનની અડફેટમાં આવી જતાં એક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે એક યુવતીને શરીરે ગંભીર ઇજાઓ પહોચી હતી. બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળાં ભેગા થયા હતા. તો બીજી તરફ, બનાવની જાણ થતાં જ રેલવે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઇજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડી હતી, જ્યારે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ યુવક-યુવતી મધ્યપ્રદેશના રહેવાસી અને પ્રેમી પંખિડા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, ત્યારે હાલ તો કોઈ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મુકી યુવક અને યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો કે, કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.