New Update
ભરૂચના ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે આયોજન
પી.એમ.કિસાન સન્માન નિધિ કરાય જાહેર
ખેડૂતોને સહાયનું કરાયુ વિતરણ
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના નીલકંઠ હોલ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં પી.એમ.કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આજે સમગ્ર દેશમાં પી.એમ.કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેના ભાગરૂપે પી.એમ. કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂત કુટુંબોને 1118 કરોડથી વધુની ૨૦માં હપ્તા સ્વરૂપે ડી.બી.ટી.મારફતે સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.ત્યારે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના નીલકંઠ હોલ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં પી.એમ.કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ભરૂચ જિલ્લાના ખેડૂતોને ૨૦માં હપ્તા સ્વરૂપે ડી.બી.ટી.મારફતે સહાયનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા,તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે,જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,નાયબ ખેતી નિયામક પી.એસ.રાંક,ભાજપના ઉપ પ્રમુખ દિવ્યેશ પટેલ,જિલ્લા પંચાયતના સભ્ય શૈલાબેન પટેલ,જિલ્લા ખેતીવાડી અધિકારી કે.જે.વાળા,નાયબ ખેતી નિયામક તાલીમ પઠાણ,વિસ્તરણ અધિકારી તપન પટેલ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories