રાજકોટમાં આયોજિત બોડી બિલ્ડીંગની સ્પર્ધામાં ભરૂચના સ્પર્ધકે કર્યો ઉત્કૃષ્ટ દેખાવ

"ગુજરાત ટાઇટલ 2025" અંતર્ગત બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ભરૂચના સ્પર્ધક બી.કે. પટેલે કઠિન મહેનત અને પ્રતિભાના બળે 4થું સ્થાન મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે

New Update
bodybuilding competition
રાજકોટમાં "ગુજરાત ટાઇટલ 2025" અંતર્ગત વિવિધ કેટેગરીની બોડી બિલ્ડીંગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભરૂચના સ્પર્ધક બી.કે. પટેલે ભાગ લીધો હતો.બી.કે. પટેલે અગાઉ પણ ગુજરાત સ્તરની સ્પર્ધાઓમાં ટોપ-10માં સ્થાન મેળવી પોતાના કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.

bodybuilding competition

આ વખતે તેમણે કઠિન મહેનત અને પ્રતિભાના બળે 4થું સ્થાન મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.તેમની સિદ્ધિએ ભરૂચના યુવાનોમાં પ્રેરણા જગાવી છે અને ભવિષ્યમાં રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે વધુ મોટી સફળતા મેળવવાની આશા વ્યક્ત થઈ રહી છે.
Latest Stories