અંકલેશ્વર:રોયલ પેલેસ હોટલના મેનેજર વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનોનોંધાયો

ભરુચ એસ.ઑ.જીએ અંકલેશ્વરની રોયલ પેલેસ હોટલના મેનેજર વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

New Update
royal palace

ભરુચ એસ.ઑ.જીએ અંકલેશ્વરની રોયલ પેલેસ હોટલના મેનેજર વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભરુચ જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર ભરૂચ દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે.જે જાહેરનામાને લઈ ભરુચ એસ.ઑ.જીના પી.આઈ એ.એ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ એમ.એચ.વાઢેર સહિત સ્ટાફ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ હોટલ,ગેસ્ટ હાઉસ ચેકીંગ હાથ ધર્યું હતું તે દરમિયાન રોયલ પેલેસ હોટલમાં તપાસ કરતાં હોટલમાં પથિક સોફટવેરમાં એન્ટ્રી નહીં કરતાં હોવાનું જણાઈ આવતા પોલીસે જાહેરનામાનો ભંગ બદલ હોટલના મેનેજર આફતાબ આરીફભાઇ કુરેશી વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories