ભરૂચ : હરિપ્રબોધમ પરિવાર દ્વારા આત્મીય સંસ્કારધામના પટાંગણમાં વંદે માતરમનાં 150 વર્ષ નિમિત્તે ભવ્ય સંગીત સંધ્યા યોજાઈ

ભરૂચ હરિપ્રબોધમ પરિવાર દ્વારા આત્મીય સંસ્કારધામના પટાંગણમાં વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભવ્ય સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • વંદે માતરમના 150મી વર્ષગાંઠની ઉજવણી

  • હરિપ્રબોધમ પરિવાર દ્વારા સંગીત સંધ્યા યોજાઈ

  • આત્મીય સંસ્કારધામના પટાંગણમાં આયોજન

  • દેશપ્રેમ અને આધ્યાત્મિક ભાવો સાથે યોજાયો કાર્યક્રમ

  • આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ લીધો લ્હાવો

ભરૂચ હરિપ્રબોધમ પરિવાર દ્વારા આત્મીય સંસ્કારધામના પટાંગણમાં વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભવ્ય સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશપ્રેમ અને આધ્યાત્મિક ભાવોથી ભરપૂર આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ હરિપ્રબોધમ પરિવાર દ્વારા આત્મીય સંસ્કારધામના પટાંગણમાં વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભવ્ય સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.  

કાર્યક્રમની શરૂઆત કીર્તન-ભક્તિથી કરવામાં આવી હતી,જેમાં દેશભક્તિગુરુભક્તિ અને પ્રભુભક્તિના મર્મસ્પર્શી ભાવો સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા હતા. સત્સંગ મંડળના કલાકારોએ મનોહર ભજન અને કીર્તનો રજૂ કરી સૌને ભાવવિભોર કર્યા હતા.

આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહગાન રહ્યું હતુંજેમાં ઉપસ્થિત સૌ ભક્તો ઉત્સાહપૂર્ણ રીતે જોડાયા હતા.આ પ્રસંગે હરિપ્રબોધમ પરિવારના પ્રમુખ મિલિન્દ પટેલભરૂચ ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તથા સર્વ હેપીનેસ ફાઉન્ડેશનના ફાઉન્ડર નિતિન ટેલર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભક્તજનોની ઉમટી પડેલી હાજરી વચ્ચે કાર્યક્રમ ભક્તિ અને દેશભક્તિના ભાવભેર સાથે પૂર્ણ થયો હતો.

Latest Stories