ભરૂચ: નંદેલાવ વિસ્તારમાં આવેલ નંદેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, 4 દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ શ્રી નંદેશ્વર મહાદેવ મંદિરે  મહાવદ અગીયારસથી ચૌદસ સુધી ચાર દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું છે આયોજન

  • નંદેલાવ વિસ્તારમાં આવેલું છે મંદિર

  • નંદેશ્વર મહાદેવ મંદિરે આયોજન

  • પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

  • ચાર દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

ભરૂચના નંદેલાવ વિસ્તારમાં બુસા સોસાયટી સ્થિત નંદેશ્વર મહાદેવ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ શ્રી નંદેશ્વર મહાદેવ મંદિરે  મહાવદ અગીયારસથી ચૌદસ સુધી ચાર દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી શિવ પરિવારની વિશેષ પ્રાણ પ્રતિષ્ઠા તથા વિવિધ વૈદિકવિધિઓ સાથે કરવામાં આવશે.
કાર્યક્રમની શરૂઆત શુક્રવાર તા.13-02-2026ના રોજ સવારે ૮ વાગ્યે પ્રતિષ્ઠા પ્રારંભ સાથે થશે.14 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજન અને રાત્રીના સમયે લોક ડાયરો યોજાશે.તા.15 ફેબ્રુઆરીએ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે.
તા. 16 ફેબ્રુઆરીના રોજ સાંજે  મહાપ્રસાદ-ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે.આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું આયોજન શ્રી નંદેશ્વર મહાદેવ મંદિર સંયોજકો અને  બુસા કો.ઓ.હાઉસિંગ સોસાયટી દ્વારા કરવામાં આવ્યું છે. સદર ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવાયું છે.
Latest Stories