અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સીમમમાં દીપડો નજરે પડતા ફફડાટ, જંગલના સીમાડા વટાવી વનયજીવોનું શહેર તરફ પ્રયાણ

અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામની સીમમાં દીપડો નજરે પડતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. ગામના જીઆઇડીસી તળાવની આસપાસ દીપડાને ફરતા જોયાની જાણ થતાં ખેડૂતો

New Update
MixCollage-18-Nov-2025-08-54-AM-4424
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામની સીમમાં દીપડો નજરે પડતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. ગામના જીઆઇડીસી તળાવની આસપાસ દીપડાને ફરતા જોયાની જાણ થતાં ખેડૂતો તથા રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. કેટલાક ખેડૂતોએ દીપડાને મોબાઇલ કેમેરામાં કેદ કર્યો હતો.ઘટનાની માહિતી મળતા જ ગ્રામજનો દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી છે.



વન વિભાગની ટીમ દ્વારા વિસ્તારનો પરિચાર કરી  દીપડાને સલામત રીતે પકડીને જંગલમાં પરત મોકલવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.અધિકારીઓએ ગામલોકોને સાવચેત રહેવા તથા અફવા ન ફેલાવવા વિનંતી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચના વાલીયા જગડીયા ને નેત્રંગ સહિતના જંગલ વિસ્તારોમાં દીપડાની નોંધપાત્ર હાજરી છે જોકે દીપડાઓ હવે જંગલના સીમાડા વટાવી શહેર તરફ આવી રહ્યા છે.
Latest Stories